Monday, April 28, 2014

An appeal to my fellow Gujaratis

મારા ગુજરાતી ભાઈઓ અને બેહેનો, આજે ગુજરાત પાસે એક અનેરો અવસર આવ્યો છે. 13 વર્ષ થી જેના માટે આપણે બધા જે સંઘર્શ કરી રહ્યા હતા એ ઘડી આવી ગયી છે. ક્યાર સુધી આપણે સાંભળતા રહી શું કે જેમ ગુજરાત વિચારે છે એમ દેશ નથી વિચારતું? ક્યાં સુધી આપણે  સાંભળીશું કે ગુજરાત સામ્પ્રદાયિક લોકો ને સરકાર માં લાવે છે. આ 30 મી તારીખે જ્યારે મત આપવા જાઓ ત્યારે એ વિચારજો કે વર્ષો થી જે ગુજરાત ની પસંદ છે, જેને અમુક જણ નકારતા તા, એ હવે દેશ ની પસંદ છે. આ 30 મી તમે મત ખાલી નરેન્દ્રભાઈ માટે નથી આપવાના, તમે તમારા માટે આપવાના છો. તમે તમારું ભવિષ્ય સુધારવા, તમારા વિકાસ માટે એક સશક્ત અને સારી સરકાર દિલ્લી માં આવે એમાં તમારે તમારો ફાળો આપવાનો છે. ગુજરાત એ એટલો વિકાસ જોયો છે કે 24 કલાક વીજળી, પાણી ની પહોચ, સારા રસ્તા અને એક સુરક્ષિત વાતાવરણ જ્યાં સૌની સિદ્ધિ થઇ શકે એવું જ મોડેલ ભારત માં આવે એના માટે આપણે 30 મી જઈ અને ભાજપ ને મત આપવાનો છે.

દેશ અત્યારે ભ્રષ્ટાચાર અને મોંઘવારી થી જુજી રહ્યું છે. સાધારણ માનસ ને ગુજારો કરવો ખુબ મુશ્કેલ થયી ગયો છે. આ દુખ ના અને નિરાશાવાદી વાતાવરણ માં નરેન્દ્રભાઈ નું 'governance model' એક આશા નું પ્રતિક લઇ ને આવે છે. 13 વર્ષ ના સુસાશન પછી ગુજરાત માં જે વિકાસ થયો છે એવું સુરાજય  દેશ માં સ્થાપિત થાય તે કરવાની ફરજ આપણે પણ ભજ્જવવાની છે.આજે આપણા દેશ ની સીમા ઓં અસુરક્ષિત છે. જે દેશ ની સામે આજ થી। 5-6 વર્ષ પેહલા વિશ્ચ આશા થી જોતું હતું અત્યારે એનો આર્થિક વિકાસ નથી થઇ રહ્યો, રૂપિયો રોજે ડોલર ના મુકાબલે પડે છે અને દેશ ભાર ના યુવાનો બેરોજગાર થઇ ને ઘેર બેઠા છે. આમાં દેખાય  છે એક આશા નું કીરણ , એક સપનું જે આપને આ દેશ માટે જોયું છે એ પૂરું થયી શકે છે. પણ આ તમારા સાથ વગર શક્ય નથી. દેશ બદલાવ માંગે છે અને એ બદલાવ ની શરૂઆત ગુજરાત થી જ ચાલુ થયી થી December 2012 ના વિષન સભા ચુનાવ પછી થી. એ બદલાવ ને બરકરાર રાખવાનો છે અને નરેન્દ્રભાઈ મોદી માટે મત આપવાનો છે 30 મી એ. એવી આશા થી કે તમે ગુજરાત થી 26 સીટ ભાજપ ને આપશો એ અરજી તમારો જ એક ગુજરાતી ભાઈ ગુજરાત ના થોડા દૂર થી કરે છે. ધન્યવાદ અને જય હિન્દ!

No comments:

Post a Comment